તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસુલાતની કામગીરી:વડગામ તાલુકાની પંચાયતોના મહેસુલ અને ઘરવેરાની વસુલાતો માટે ખાટલા પરિષદો

છાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમયસર વેરા ભરપાઈ ન થતાં વહીવટ ઉપર અસર : તલાટીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ

વડગામ તાલુકામાં મહેસૂલી અને પંચાયતના વેરાની નબળી કામગીરીને લઈ તાલુકા વિકાસ અધિકારી દ્વારા વેરા વસુલાતને પ્રાધાન્ય આપવા સાથે કડક સૂચનાઓ આપતા તાલુકામાં ગ્રામ પંચાયતના તલાટીઓ દ્વારા મહોલ્લાઓમાં જઈ ખાટલા પરિષદો યોજી વેરાની વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કોરોનાના કારણે છેલ્લા અનેક મહિનાઓથી તાલુકાની ગ્રામ પંચાયતો સને 2020/2021 માં વેરાઓની વસુલાતની કામગીરી નબળી રહી છે. દરમિયાન તાલુકામાં અનેક ગામોની પંચાયતોમાં ઝીરો ટકા વસુલાતની કામગીરી સામે આવી છે. જેના કારણે વિકાસના કામો ઉપર અસર વર્તાઈ રહી છે. જેથી છેલ્લાં 15 દિવસથી તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તલાટીઓ અને પંચાયત કર્મીઓ મહોલ્લાઓમાં જઈ ખાટલા પરિષદો યોજી લોકોને સમજાવટ કરી વેરાઓની વસુલાત કરવામાં આવી રહી છે.

ત્યારે ગુરુવારે રૂપાલ ગામમાં લોકોની એક મિટિંગ ટીડીઓ દ્વારા યોજવમાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ચૌધરી સહિત અધિકારી ઉપસ્થિત રહી લોકોને મહેસુલી તેમજ પંચાયત વેરા સમયસર ભરવા આહવાન કર્યું હતું. તાલુકામાં છાપી, મજાદર, બસુ, માહી, મગરવાડા, વડગામ, મહેમદપુર, ધોતા જેવા મોટા ગામોમાં મહેસૂલીવેરા તેમજ પંચાયત વેરાની લાખો રૂપિયાનું લેણું બાકી હોવાનું જાણવા મળે છે.

4 ટકા ઉપર વસુલાત થઈ
તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા મળતી મુજબ તાલુકામાં 15 દિવસમાં મહેસુલી તેમજ ઘર વેરાની કામગીરીમાં વેગ આવવા સાથે લોકો સહયોગ કરી રહ્યા છે.જેથી 40 ટકા ઉપર વસુલાત કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો