તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બેંક સ્ટાફે ધનિયાણા શાળાના આચાર્ય સાથે તોછડું વર્તન કરી ફૂડ એલાઉન્સના 57 ચેક જમા ન કર્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા ગ્રામીણ બેંકના સ્ટાફ મામલે લીડ બેંક મેનેજરને રજૂઆત

પાલનપુર તાલુકાની ધનિયાણા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે બેંકમાં સ્ટાફે તોછડું વર્તન કરી ફૂડ એલાઉન્સના 57 ચેક જમા ન કરવાની ઘટના સામે આવી છે. શાળાના આચાર્યે બાળકનું એકાઉન્ટ દોઢ મહિનાથી કેમ ખોલ્યું નથી જે બાબતની પૂછપરછ કરતા બેંકના સ્ટાફે દુર્વ્યવહાર કર્યો હોવાનું શાળાના આચાર્યે જણાવ્યું હતું. જેને લઈ લીડ બેન્ક મેનેજરને આ મામલે લેખિત ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરીશું તેમ શાળાના આચાર્યે જણાવ્યું હતું.

પાલનપુરના ગુરુનાનકચોક વિસ્તાર નજીક વ્હાઇટ હાઉસ પાછળ આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં શુક્રવારે ધનીયાણા પ્રાથમિક શાળાના આચાર્ય સોમભાઈ ભાટીયા 57 બાળકોના કુડ એલાઉન્સના ચેક જમા કરવા ગયા હતા. જ્યાં એક બાળકનું એકાઉન્ટ નંબર લખવાનો રહી ગયો હતો. જેનું ખાતું દોઢ મહિનાથી ખુલ્યું ન હતું. જે બાબતે પૂછપરછ કરતા બેંકના સ્ટાફએ દુર્વ્યવહાર કર્યો હોવાનું શાળાના આચાર્યએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો