તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બેંકના સ્ટાફે ધનિયાણા શાળાના આચાર્ય સાથે તોછડું વર્તન કરી ફૂડ એલાઉન્સના 57 ચેક જમા ન કર્યા

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના બેંકના સ્ટાફનો દુર્વ્યવહાર મામલે લીડ બેંક મેનેજરને રજૂઆત

પાલનપુર તાલુકાની ધનિયાણા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે બેંકમાં સ્ટાફે તોછડું વર્તન કરી ફૂડ એલાઉન્સના 57 ચેક જમા ન કરવાની ઘટના સામે આવી છે. શાળાના આચાર્યે બાળકનું એકાઉન્ટ દોઢ મહિનાથી કેમ ખોલ્યું નથી જે બાબતની પૂછપરછ કરતા બેંકના સ્ટાફે દુર્વ્યવહાર કર્યો હોવાનું શાળાના આચાર્યે જણાવ્યું હતું. જેને લઈ લીડ બેન્ક મેનેજરને આ મામલે લેખિત ફરિયાદ કરી ઘટતી કાર્યવાહી કરીશું તેમ શાળાના આચાર્યે જણાવ્યું હતું.

પાલનપુર શહેરના ગુરુનાનકચોક વિસ્તાર નજીક વ્હાઇટ હાઉસ પાછળ આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં શુક્રવારે ધનીયાણા પ્રાથમિક શાળાના આચાર્ય સોમભાઈ ભાટીયા 57 બાળકોના કુડ એલાઉન્સના ચેક જમા કરવા ગયા હતા. જ્યાં એક બાળકનું એકાઉન્ટ નંબર લખવાનો રહી ગયો હતો. જેનું ખાતું દોઢ મહિનાથી ખુલ્યું ન હતું. જે બાબતે પૂછપરછ કરતા બેંકના સ્ટાફએ દુર્વ્યવહાર કર્યો હોવાનું શાળાના આચાર્યએ રજૂઆત કરી હતી.

આ અંગેની વિગતો આપતા શાળાના આચાર્ય સોમભાઈ ભાટિયાએ જણાવ્યું હતું કે "દોઢ મહિના પહેલા મેરી બેન મુકેશકુમાર ખેર નું ખાતુ ખોલવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા વારંવાર રજૂઆત કરવા છતાં તેનું ખાતું હજુ ખોલ્યું નથી. આજે આ બાબતે પૂછપરછ કરતાં ઉડાઉ જવાબ આપી 57 બાળકોના ફૂડ એલાઉન્સનું ચેક જમા કરવાની ના પાડી દેવાઇ હતી. અમે આ મામલે લીડ બેંક મેનેજર સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરીશું."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો