તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂકવણી:બનાસકાંઠાના થરાદ માર્કેટયાડ કમિટીએ 44 મૃતકોના વારસદારોને અકસ્માત વિમાનું વળતર ચૂકવ્યું

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 44 વારસદારોને 51 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવી
  • થરાદ માર્કેટયાર્ડ વર્ષોથી થરાદ તાલુકાના તમામ લોકોનો લઈ રહ્યો છે અકસ્માતનો વીમો

બનાસકાંઠા સાંસદ અને થરાદ માર્કેટયાર્ડના ચેરમન પરબત પટેલના હસ્તે આજે 44 મૃતકોના પરિવારને વિમાની રકમ ચૂકવાઇ હતી. મૃતક વ્યક્તિના વારસદારને 1 લાખની રકમ વ્યાજ સાથે ચૂકવવામાં આવી હતી. વીમા કંપની ક્લેમ આપવામાં લેટ થતાં હાલ 8 ટકા વ્યાજ સાથે 44 વારસદારોને 51 લાખ રૂપિયા કરતાં વધુ રકમ ચેક દ્વારા ચૂકવવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે થરાદ માર્કેટયાર્ડ વર્ષોથી થરાદ તાલુકાના તમામ લોકોનો અકસ્માત વીમો લઈ રહ્યું છે.

ઘણા વર્ષો પહેલા આં પહેલ કરાઈ હતી થરાદની જનતાનો વીમો માર્કેટ દ્વારા લેવામાં આવે છે. જેનું પ્રીમિયમ પણ માર્કેટ દ્વારા ભરવામાં આવે છે. જેનાથી થરાદ તાલુકાના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તેના પરિવારજનોને થરાદ માર્કેટ દ્વારા આ વીમા રકમની ચુકવણી કરવામાં આવે છે. અકસ્માત થયો હોય કે જીવ જંતુ કરડ્યું હોય કે બીજી કોઈ ઘટના બની હોય અને કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે ફરિયાદ નોધાયા બાદ પી એમ કરાવ્યા બાદ વીમા ક્લેમ પાસ થાય તેના વીમા ની પ્રોસેસ કરવામાં આવે છે.

બનાસકાંઠા સાંસદ પરબ પટેલે જણાવ્યું હતું કે આજે મારકિટયાર્ડ થરાદ ખાતે થરાદ માર્કેટ કમિટી થરાદ તાલુકામાં વસતા તમામ પ્રજાજનોને વીમા લેછે જે બાકી હતા એ ક્લેમ મંજુર થઈને 44 જાણને એમના વરસદારને ચેક નું વિતરણ કર્યું છે. 44 વારસદારોને લેટ વિતરણ થવાના કીધે અનારે અપીલ કરવી પડી હતી કંપની એ જેતે વર્ષમાં પૈસા આપ્યા નતા વ્યાજ સાથે આ રકમ મળી છે. જેતે વારસદારોને વ્યાજ સાથે આજે 44 જણ ને 51 લાખ કરતા પણ વધારે રકમનું ચુકવણું કર્યું છે. માર્કેટ કમિટી થરાદ વસતા તમામ પ્રજાજનો વીમો લેશે ત્યારે વીમા માટે મારી વિનંતી છે કે કોઈ પણ બનાવ બને અકસ્માતનો ક્લેમ લેવા માટે ફરિયાદ જરૂરી છે અને એનું પીએમ પણ કરાવુ પડે અકસ્માત એટલે માત્ર મોટર અકસ્માત નહિ જીવ જંતુ કરડે, ખેડૂત પર ઝાડ પડે કોઈ પણ કારણ સરનું મૃત્યુ થાય આ બધાને અકસ્માત કહેવતો હોઈ છે. આ બધામાં એફ.આર.આઈ નોંધાવીએ પી.એમ કરાવીએ હાલ કોરોનાની મહામારી ચાલે છે ત્યારે માસ્ક, બે ગજની દુરી ભીડ ઓછી કરવી વેક્સીન લઈને કોરોના ને ભગાડીએ.

અન્ય સમાચારો પણ છે...