તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બનાસકાંઠા SOGએ બાઈક ચોરી મામલે 1 શખ્સને ઝડપી ચોરીના 11 બાઈક કબજે કર્યા

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 4 દિવસમાં 19 બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમ પાલનપુર ડીસા હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી અને તે સમયે ટીમને એક બાઈકચોર ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહેલા દિયોદરના રવેલ સરદારપુરાના પ્રવીણ મનસુખભાઇ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડયો અને તેની પુછપરછ કરતા બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતુ.

જેથી પોલીસે શખ્સને ઝડપી પાડી પોલીસ મથકે લાવી તેની સઘન પૂછપરછ કરી તો આ શખ્સે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીધામ સહિતના જિલ્લામાંથી અન્ય 11 બાઈકો ચોર્યા હોવાનું સામે આવતા પોલીસ બાઈકો કબ્જે કરવા બાઈક ચોર પ્રવીણ પ્રજાપતિના ખેતરે પહોંચી કુલ 10 બાઈકો કબ્જે કરી જો કે એક બાઈક તેને તેના મિત્રને ચલાવવા આપતાં તે બાઈક ડીસા પોલીસે ડિટેઇન કરી હોવાનું સામે આવતા પોલીસે ચોરીના 10 બાઈકો કબ્જે કર્યા છે.

પોલીસે આરોપી પ્રવીણ પ્રજાપતિની પૂછ પરછ કરતા આ પ્રવીણ દિયોદરમાં પેટ્રોલ પમ્પ પર નોકરી કરતા હોવાનું અને તે ફક્ત રાત્રે જ નહિ પરંતુ ધોળે દિવસે પણ બનાવટી ચાવીઓની મદદથી બાઈક ચોરીને અંજામ આપતો. ત્યારે અત્યારે તો એસઓજીએ બાઈક ચોર પ્રવીણને 10 બાઈકો સાથે ઝડપી પશ્ચિમ પોલીસને સોંપ્યો છે.અને આ શખ્સ બનાવટી ચાવી ક્યાં બનાવતો તેમજ આ ચોંરીમાં પ્રવીણ સાથે કોઈ અન્ય સગરીતો સાંડોવયેલા છે કે નહીં કે પછી આ આરોપી પ્રવીણ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ આગાઉ જિલ્લાની એલસીબી ટીમે 8 બાઈક સાથે 1 શખ્સને ઝડપ્યા બાદ ફરી એસઓજીએ 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સની અટકાયત કરી 4 દિવસમાં બનાસકાંઠાની પોલીસે 19 બાઈક ચીરીનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો