નશાની ખેતી:શિહોરીના વિઠલોદ ગામેથી ગાંજાના 10 છોડ સાથે એક ઈસમની અટકાયત, બનાસકાંઠા એસઓજી પોલીસે રૂા. 71 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કર્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • કુલ 7.150 કિલોગ્રામના ગાંજાના 10 જેટલા છોડ ઝડપાયા
  • એસઓજી પોલીસે મુદ્દામાલ કબ્જે લઇ ઈસમ વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા એસઓજી પોલીસે ફરી એકવાર ગાંજાના છોડ સાથે એક ઇસમની અટકાયત કરી હતી. જેમાં શિહોરીના વિઠલોદ ગામેથી રૂા. 71 હજાર 500ના ગાંજાના છોડ સાથે એક ઇસમને બનાસકાંઠા એસઓજી પોલીસે ઝડપી પાડી એન.ડી.પી.એસ એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા એસઓજી પોલીસ શિહોરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે વિઠલોદ ગામે રહેતા વેલાજી ઠાકોર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘર પાસે માદક પદાર્થ ગાંજાના છોડોનું વાવેતર કરી વેચાણ કરે છે. જેને લઈ એસઓજી પોલીસ બનાસકાંઠાએ રેડ કરતા ગાંજાના કુલ 7.150 કિલોગ્રામના 10 છોડ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમનું નામ પુછતાં પોતે પોતાનું નામ વેલાજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. સદરે પકડાયેલા ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજાના છોડ સહીત કુલ રૂા. 71 હજાર 500નો મુદ્દામાલ કબ્જે લઇ ઈસમ વિરુદ્ધમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ શિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...