તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બનાસકાંઠા SOGએ 1 કરોડના ચરસના ગુનામાં ફરાર આરોપીને જમ્મુ-કાશ્મીરથી દબોચ્યો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલનપુર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાં રૂ.1 કરોડના ચરસના ગુનામાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીને જમ્મુ કાશ્મીર ખાતેથી બનાસકાંઠા એસઓજીની ટીમે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના એક કરોડથી વધુની કિંમતના ચરસની હેરાફેરીના ગુનામાં ફરાર આરોપી આરીફ અહમદ અબ્દુલ મઝીદ (મુસલમાન) (રહે.સેમથન, તા.બિજવારા, જિલ્લો-અનંતનાગ,જમ્મુ-કાશ્મીર)ને એસઓજી પીએસઆઈ એમ.કે.ઝાલા તથા તેમના સ્ટાફ દ્વારા જમ્મુ-કશ્મીરથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીની ટીમે 13 ઓક્ટોબર 2020ના રોજ ખેમાણા ટોલનાકા પર રાજસ્થાન તરફથી આવતી કારમાંથી રૂ.1.50 કરોડનું 16.753 કિલોગ્રામ ચરસનો જથ્થો સાથે મહારાષ્ટ્રના ફહીમ અજીમ બેગ, (રહે. માહી, મુંબઈ) 2. સમીર અહેમદ શેખ, ( રહે. ઔરંગાબાદ,મહારાષ્ટ્રને) ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો