તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠા નર્સિગ સ્ટાફે સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ કરવાની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલમાં મૃત્યુ પામતા નર્સિંગ કર્મચારીના આશ્રિતોને 25 લાખની સહાય અને વીમા કવચની માગ

વર્તમાન પરિસ્થિતિને આધારે સરકાર દ્વારા વારંવાર આઉટ સોર્સિંગ ભરતીની જાહેરાત આવતી રહી છે અને હાલ પણ ગુજરાતની અલગ-અલગ હોસ્પિટલોમાં અને ઘણા બધા સ્ટાફ પોતાની સેવા આપી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા આઉટસોર્સિંગ એન.એચ.એમ કોન્ટ્રાક્ટ અંતર્ગત કામ કરતા નર્સિંગ સ્ટાફને સમાન કામ સમાન વેતનનો નિયમ લાગુ કરી સરકારી કર્મચારીઓ જેટલો જ લાભ આપવા સહિતની માંગણી સાથે પાલનપુરમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કાર્યરત તમામ નર્સિંગ સ્ટાફે કે નર્સિંગ વિધાર્થીને ઇન્ફેક્શન એલાઉન્સ કેન્દ્ર સરકારના ધોરણે આપવામાં ભરતી કરવી,વિદ્યાર્થીઓ ના સ્ટાઈપન્ડમાં 100% નો વધારો કરવો, તમામ કેડરમાં એક સમાન 4200 ગ્રેડપે તાત્કાલિક અમલ કરે, હોસ્પિટલમાં મૃત્યુ પામતા નસિંગ કર્મચારીઓના આશ્રિતોને 25 લાખની સહાય તેમજ વીમા કવચ આપવા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઢવ્યું હતું.

ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન બનાસકાંઠા ઉપ પ્રમુખ જાહિદ હૂસેને જણાવ્યું હતું કે મારી નર્સિંગની જે માંગણીઓ છે તે અમને હક મળી રહે નર્સિંગ કોવિડ હોસ્પિટલમાં હાલ ફરજ બજાવી રહ્યા છે તને પૂરતી P.P.E કીટ પણ નથી તેમને રક્ષણ માટે કોઈ સમાન નથી અમને પૂરેપૂરો સુરક્ષા કવચ આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...