બનાસકાંઠા NSUI દ્વારા અંબાજી આરાસુરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નમો ઇ-ટેબલેટ યોજના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક ટેબલેટ વિતરણ કરવા મોટી સંખ્યામાં એનએસયુઆઇના ઉમેદવારો તેમજ વિદ્યાર્થીઓ એકત્ર થઈ કોલેજમાં રજૂઆત કરાઇ હતી.
ગુજરાત સરકાર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ વિતરણ કરવામાં આવે છે. જે મુજબ આરાસુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંબાજી પણ વર્ષ 2019-20 દરમિયાન પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 1000 રૂપિયા લઇ ફોર્મ ભરાયેલા હતા. પરંતુ આજદિન સુધી આ યોજના હેઠળ ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા નથી. જેને લઇ આજે બનાસકાંઠા એન.એસ.યુ.આઈ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ આરાસુરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંબાજી ખાતે રજૂઆત કરી હતી કે આ યોજના હેઠળ ઉઘરાવેલા પૈસા મુજબ વિદ્યાર્થીઓને તાત્કાલિક ટેબલેટ વિતરણ કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.