તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠા NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા પર રોક લાગવવા રજૂઆત કરાઇ

પાલનપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા નહીં અટકાવાય તો આક્રમક પગલાં લેવાની ચીમકી

રાજ્યમાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા ધો.10ને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ધો.10નું રિજલ્ટ આવ્યું નથી છતાં 11માં ધોરણમાં પ્રેવશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી સરકાર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા પર રોક લાગાવવામાં રજૂઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લાના એન.એસ.યુ.આઈ દ્વારા સરકાર દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા પર રોક લાગાવવામાં આવે અને જે પણ સ્કૂલોએ ધોરણ 11માં પ્રવેશ આપ્યા છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરપવામાં આવી છે.

આ ઉપરાંત એન.એસ.યુ.આઈ દ્વારા જણાવવામાં આવ્યું કે, શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે કે ધોરણ 10નું પરિણામ આવે ત્યારે સ્કૂલોએ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવી પડશે અને તે સમયે આપેલા ફોર્મને મેરિટમાં સમાવેશ કરવાનો રહેશે. જો ચાર દિવસમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો બનાસકાંઠા એન.એસ.યુ.આઈ આક્રમક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...