તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠા ખાણખનીજ વિભાગે રેતીની રોયલ્ટી ભર્યા વગરના બે ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર રેતી વહન કરતા ડમ્પર માલિકો ને 4 લાખનો દંડ ફાટકરાયો

બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા દાંતીવાડા નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા બે ડમ્પર જપ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે જિલ્લામાં ભુ માફિયા બેફામ બનતા આજે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી ચોરી કરી જતા તત્વો પર લાલ આંખ કરવામાં આવી છે.

હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ખાણ ખનીજ ચોરી કરતા તત્વોને પાઠ ભણાવવાનો બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગ સતર્ક બન્યું છે ગઈકાલ ડીસાના કંસારી નજીક ત્રણ ડમ્પર રેતી ભરેલા રોયલ્ટી પાસ વગર જઈ રહેલા ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડયા હતા અને ડમ્પર ચાલક માલિકોને સાત લાખથી વધુ નો દંડ ફટકાર્યો હતો બાદ આજે દાંતીવાડા ખાતે રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જઈ રહેલા બે ડમ્પરને ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પડેલા બે ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને ચાર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ની કડક કાર્યવાહી ના પગેલ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...