તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે ડીસાના કંસારી પાસેથી રોયલ્ટી ભર્યા વગરના રેતીના ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 ડમ્પર સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો
  • ડમ્પલ માલિકોને સાડા સાત લાખ રૂપિયાનો દંડ કરાયો

કોરોના મહામારી ના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા કંસારી નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ડમ્પર જપ્ત કર્યા હોવાની ઘટના સામે આવી છે જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બનતા આજે બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા રોયલ્ટી ચોરી કરી જતા તત્વો પર લાલ આંખ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભુમાફિયા દ્વારા રેતી ચોરી થતી હોવાની બૂમ રાડ ઉઠવા પામી હતી જેમાં આજ રોજ જિલ્લા ભૂસ્તર અધિકારી શુભાષ જોશી કડક કાર્યવાહી કરવામાં આવી છે ડીસાના કંસારી ગામ નજીક રોયલ્ટી વગર રેતી ભરી જતા ત્રણ ડમ્પર ભૂસ્તર વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

જિલ્લા ભૂસ્તર વિભાગ ના કાર્યવાહી નાં પગલે ત્રણ ડમ્પર સહિત 50 લાખ નો મુદ્દામાલ કબજે કરી ડમ્પર માલિકો ને 7.50 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે જિલ્લા ભૂસ્તર અધિકારી શુભાષ જોશી ની કડક કાર્યવાહી થી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...