કાર્યવાહી:બનાસકાંઠા LCB પોલીસે દારૂ ભરેલી સ્વીફ્ટ ઝડપી પાડી, કુલ રૂ. 4.86 લાખનો મુદ્દામાલ જપ્ત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખ 26 હાજારના વિદેશી દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ

બનાસકાંઠા એલ.સી.બી પોલીસે થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી સ્વિફ્ટ ઝડપી પાડી છે. જેમાં 708 જેટલી બોટલ જેની કિંમત 1 લાખ 26 હાજાર 960 રૂપિયા સાથે કુલ 4 લાખ 86 હજાર 960 રૂપિયાનો મુદૃામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી થરાદ પોલીસે હાથ ધરી છે.

બનાસકાંઠા એલ.સી.બી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી હકીકત આધારે એક સ્વિફ્ટ ગાડી (GJ-05-jl-3818)માં દારૂની 708 બોટલ જેની કિંમત 1 લાખ 26 હજાર 960 રૂપિયા તથા ગાડીની મોબાઈલ સહિત એમ કુલ 4 લાખ 86 હજાર 960 રૂપિયા ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક 1 મોહન વિશ્રોઈ (રહે આરવા ભિમગુડા ગ્રામ પંચાયત જિ.ઝાલોર રાજસ્થાન) તથા, 2 નરેસ વિશ્નોઈ (રહે. હેમાગુડા ડિએસની ઢાની જિ. ઝાલોર રાજસ્થાન) ને ઝડપી પાડ્યા છે. જેમાં માલ ભરાવનાર સાંચોરના ગરડાલી ઠેકાનો સંચાલક તથા માલ મંગાવનાર વિરેન્દ્રસિંહ ઉફે દજુભા હકુભા ઉફે વનરાજસિંહ વાઘેલા (રહે. ભલગામ તા.કાકરેજ) વાળા મળી આવતા તેઓના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...