કાર્યવાહી:થરાદમાં એલસીબીએ એક રાતમાં વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર ઝડપી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3308 બોટલ દારૂના જથ્થા સાથે ત્રણની અટકાયત કરી
  • રૂ. 2 લાખથી વધુનો દારૂ અને ગાડી મળી 10 લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગર ઝડપાયા

થરાદ વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડી છે. LCB પોલીસે ગાડીમાંથી રૂપિયા 2 લાખ 22 હજારથી વધુના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી રેડમાં પોલીસે આજ વિસ્તારમાંથી 1 લાખ 19 હજાર 520 રૂપિયા કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી ક્રેટા ઞાડી સહિત કુલ 9 લાખ 19 હજાર 520 રૂપિયા નો મુદૃામાલ કબ્જે લઈ આગળ તપાસ હાથ ધરી હતી. આમ બે ઘટનામાં કુલ

LCB પોલીસને થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતીં કે, સાંચોર તરફથી એક SUV ગાડી (નં.GJ-27-DH-1087)માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી જેતડા તરફ આવનાર છે.

બાતમી હકીકત આધારે પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસની નાકાબંધી જોઈ દારૂ ભરેલી ગાડી બુટલેગરે ભગાડી મૂકી હતી. જોકે, પોલીસે પીછો કરી તેને પકડી પાડી ગાડીમાંથી 1990 બોટલ જેની કિંમત 2 લાખ 22 હજાર 480 રૂપિયા ગાડીની સહિત 10 લાખ 27 હજાર 980 રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ગાડીના ચાલક ભગવાનરામ જાતે બિશ્ર્નોઈ (રહે. અરનાઈ તા.સાંચોર જિ.જાલોર) તથા ભોમારામ રબારી (રહે. હડેતર તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન)ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...