દારૂની હેરાફેરી:બનાસકાંઠા એલસીબી પોલીસે ભાંડોત્રા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી, ચાલક નાસી છૂટ્યો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય બનાવટનો વિદેશી દારૂની 252 જેટલી બોટલ તેમજ ગાડી મળી કુલ 4 લાખથી વધુનો મુદ્દામલ જપ્ત
  • ગાડી મુકી ચાલાક ફરાર થતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 252 જેટલી બોટલ સાથે ગાડી ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ 4 લાખ 89 હજાર 044 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, ગાડી ચાલાક નાસી છૂટ્યો હતો. જેથી પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસનો સ્ટાફ પાલનપુર પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સાથેના એ.એસ.આઈ યશવંતસિંહ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે મંડારથી એક i20 કાર જેનો નં.GJ.02.CL.0616માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભાંડોત્રા તરફ આવનાર છે. જે બાતમી હકીકત આધારે ભાંડોત્રા ચાર રસ્તા પાસે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન હકીકતવાળી i20 ગાડી આવતા તેને રોકવા ઈશારો કર્યો હતો. જોકે, ભાંડોત્રા ગામ તરફ ગાડી ચાલકે ગાડી ભગાડતા પોલીસે પીછો કરી ગાડી પકડી પાડી હતી. એલસીબી પોલીસે ગાડીમાં તલાસી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 252 જેટલી બોટલ મળી આવી હતી. જેની કિંમત 64 હાજર 044 રૂપિયા છે. પોલીસે દારૂની બોટલ સહીત કુલ 4 લાખ 89 હજાર 044 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ગાડીનો ચાલક નાસી જતા તેના વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...