દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:બનાસકાંઠા એલસીબી પોલીસે દારૂ ભરેલી અશોક લેલેન્ડ ગાડી ઝડપી, રૂ. 16.88 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 6.83 લાખની ભારતીય બનાવટની 2424 વિદેશી દારૂની બોટલ-બિયર ઝડપાયાં
  • ચાલક વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી

બનાસકાંઠા એલસીબી પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન હોટલ આઇમાતા સામેથી એક દારૂ ભરેલી અશોક લેલેન્ડ ગાડી ઝડપી પાડી હતી. પોલીસે રૂ. 16 લાખ 88 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ એક ઈસમ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસને છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન આબુરોડ તરફથી એક અશોક લેલેન્ડ ગાડી G.J12.A.W 5787માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઉંઝા તરફ જવાનો છે. જેથી છાપી પોલીસ સ્ટેશનની હદમાં હૉટેલ આઇમાતા સામે હાઇવે ઉપર તેઓ વોચમાં હતા. દરમિયાન બાતમી વાળી અશોક લેલેન્ડ ગાડી આવતાં તેને રોકાવી ગાડીમાંનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

પોલીસે 6 લાખ 83 હજાર 40 રૂપિયાનો દારૂ કબ્જે લઈ ગાડીના ચાલક હનુમાન રામ જાટને પકડી પાડી અશોક લેલેન્ડ ગાડી સહિત દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. ગાડીમાંથી ભારતીય બનાવટની 2424 વિદેશી દારૂની બોટલ-બિયર કબ્જે લઈ કુલ 16 લાખ 88 હજાર 40 રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો હતો. તેમજ ચાલક વિરૂદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ છાપી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...