કાર્યવાહી:બનાસકાંઠા LCB પોલીસે થરાદના વાઘાસણ ગામેથી રૂ. 96 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા

બનાસકાંઠા LCB પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી એક માર્શલ ગાડી ઝડપી પાડી છે. જેમાં 2 લાખ 51 હજારનો કુલ મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમની અટકાયત કરી થરાદ પોલીસે સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા LCB પોલીસે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતીં કે, દારૂ ભરી એક માર્સલ ગાડી રાજસ્થાન કરબુણ તરફ આવનારા છે. જેના આધારે LCB પોલીસે વાઘાસણ ગામે નાકાબંધી કરતાં માર્સલ ગાડી નં (GJ-8-R-8212)આવતા તેની તલાસી લેતાં ગાડીમાંથી દારૂની 960 બોટલ જેની કિંમત 96 હજાર સહિત કુલ મુદ્દામાલ 2 લાખ 51 હજાર 500 રૂપિયાનો કબ્જે લઈ ગાડીના ચાલક (1) મગન ઠાકોર (રહે. સવરાખા તા. થરાદ તથા તેની બાજુમાં બેઠેલા કિશોરને ઝડપી લીધા હતાં. જ્યારે દારૂ મંગાવનાર પ્રકાસવન ગૌસ્વામી (રહે કરબુણ તા.થરાદ) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...