દારૂની હેરાફેરી:બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતીવાડા વિસ્તારમાંથી દારૂ ભરેલી ઇકો ઝડપી, રૂ. 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે શખ્સોની અટકાયત કરી

બનાસકાંઠા એલસીબી પોલીસે બાતમી આધારે દાંતીવાડા વિસ્તારમાંથી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી પાડી છે. એલસીબી પોલીસે કુલ રૂપિયા 3.84 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમોની અટકાયત કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ખાનગી બાતમી આધારે એક ઇકો ગાડી (GJ-01-RN-8417)માંથી દારૂ ભરેલી ઝડપી પાડ્યો છે. જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 29 જેની કિંમત 74 હાજર 710 રૂપિયા ઇકો ગાડીની સાહિત કુલ 3 લાખ 84 હજાર 710 રૂપિયાનો કુલ મુદ્દામાલ કબ્જે લઈ ગાડીના ચાલક સંજય ઉર્ફે સનો નેનારામ ઓડ (રહે. સદરપુરરોડ પાલનપુર) તથા લાલાજી ઠાકોર (રહે. અમીરગઢ તા.પાલનપુર) મળી આવતા તેમના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ દાંતીવાડા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...