દારૂ ભરેલી કાર ઝડપાઈ:બનાસકાંઠા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન થરાદ વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી પાડી

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઈનોવા કાર સહિત કુલ રૂા. 4 લાખ 93 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમની અટકાયત કરી

બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપી પાડી હતી. જેના અંતર્ગત પોલીસે કુલ રૂપિયા 4 લાખ 93 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ બે ઈસમોની અટકાયત કરી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વળાદરથી ભુરીયા બાજુ આવતી એક ઇનોવા ગાડી GJ.18.X.0960માં દારૂની 544 બોટલ જેની કિંમત રૂા. 1 લાખ 83 હજાર 016 રૂપિયા અને ઇનોવા ગાડી સહીત કુલ રૂા. 4 લાખ 93 હજાર 016 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસે ઇનોવા ગાડી ચાલક દિનેશ વિશનોઈ તથા જગદીશ વિસનોઈના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...