સમસ્યા:બનાસકાંઠાના લેન્ડ રેકર્ડના અધિકારીને ચાર જિલ્લાનો ચાર્જ, અરજદારોને ધક્કા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીની તાત્કાલિક કાયમી નિમણૂંક કરવા માગણી

બનાસકાંઠા જિલ્લાના લેન્ડ રેકર્ડના અધિકારીને પાલનપુર સહિત ચાર જિલ્લામાં ચાર્જ હોવાથી અરજદારો ધક્કા ખાવા મજબુર બનતા તાત્કાલિક અધિકારીની કાયમી નિમણુંક કરવા માંગ ઉઠી છે.

જોરાવર પેલેસ ખાતે આવેલી જમીન મોજણી શાખાના અધિકારીને પાલનપુર, મહેસાણા , પાટણ અને સાબરકાંઠા જિલ્લાનો ચાર્જ હોવાથી બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાના ગામડાઓના ખેડૂતો તેમજ અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. જેને લઈ ધાનેરા,વાવ ,થરાદ,દિયોદર,સુઈગામના ખેડૂતો અને અરજદારો પાલનપુર ખર્ચો કરીને આવે ત્યારે પાલનપુર ઓફિસમાં અધિકારી ન મળતા નાણાં વેડફી પરત ફરવું પડતું હોય છે અને ધક્કાઓ ખાવા પડે છે જેને લઈ બનાસકાંઠા જમીન અધિકાર આંદોલન મંચએ કલેકટર અને મુખ્યમંત્રીને રજૂઆત કરી લેન્ડ રેકર્ડના અધિકારીને પાલનપુર ખાતે કાયમી નિમણુંક કરવા માંગ રજૂઆત કરી હતી.

દિયોદર પંથકના ખેડૂતો મેવાભાઇ દાનાભાઇ, ડાહ્યાભાઈ નેમાભાઈ અને ભીખાભાઇ ચેલાભાઇએ આક્ષેપ કર્યા હતા કે, પાલનપુરમાં મોજણી ભવનની એસએલઆર ઓફિસમાં ફરજ બજાવતા અને દિયોદર તાલુકાનું ટેબલ સંભાળતા અધિકારી મનીષભાઈ ઘણા ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. તેમજ એક વર્ષથી એક પણ અરજીનું નિરાકરણ લાવતા નથી. વારંવાર ધક્કા ખવરાવે છે તો આવા અધિકારીઓને દૂર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...