ભૂસ્તર વિભાગનો સપાટો:બનાસકાંઠા ભૂસ્તર વિભાગે રેતીની ચોરી કરતા બે ડમ્પર ઝડપી પાડ્યા, રૂ. 40 લાખનો મુદ્દામાલ કબ્જે

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં છ ડમ્પર ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરાઇ

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે આજે વહેલી સવારે કાંકરેજના શિહોરી પાસેથી વધુ બે ડમ્પરો રેતી ચોરી કરતા ઝડપી પાડ્યા છે. બંને ડમ્પરો સહિત રૂપિયા 40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રૂપિયા છ લાખનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગના ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સતત બે દિવસથી વહેલી સવારે ખાનગી રહે ખનીજ ચોરી કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરતા ગતરોજ ચાર ડમ્પરો ડીસા-ધાનેરા હાઇવે પરથી ઝડપાયા બાદ આજે પણ વહેલી સવારે ખાનગી રાહે ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરતા કાંકરેજના સિહોરી પાસેથી પસાર ચોરી કરતા બે ડમ્પરો ઝડપી પાડયા હતા. બંને ડમ્પરો સહિત રૂપિયા 40 લાખનો મુદ્દામાલ કબજે કરી શિહોરી પોલીસ મથકે મુકવામાં આવ્યાં છે અને બંને ડમ્પરમાં થયેલી ખનીજ ચોરી બાબતે રૂપિયા છ લાખનો દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીએ જણાવ્યું હતું કે, બનાસ નદી માંથી થતી ખનીજ ચોરીને અટકાવવા અમારી ટીમ સતત બીજા દિવસે પણ વહેલી સવારે ખાનગી વાહનમાં ચેકિંગ હાથ ધરી કાંકરેજના શિહોરી પાસેથી બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા બે ડમ્પર ઝડપી પાડયા હતા અને રૂપિયા છ લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, બનાસ નદી માંથી કે અન્ય કોઈ ખનીજ ચોરી થતી હશે તો તેને અટકાવવા માટે અમારો વિભાગ તત્પર છે અમોએ ડ્રોન કેમેરા, ડમ્પરમાં બેસીને અને નદીની ઝાડિયો તેમજ ખાનગી વાહનોમાં બેસી ને પણ ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, આગામી સમયમાં હજુ પણ ખનીજ ચોરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધરાશે.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગની સતત બીજા દિવસે પણ કડક ચેકિંગના લીધે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોકે, બે દિવસમાં છ ડમ્પર ઝડપી રૂપિયા 16 લાખથી વધુનો દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...