• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Banaskantha Forest Department Forest Assistant Retired Officers Send Application Form To Remove Injustice From Higher Salary Standard

રજૂઆત:બનાસકાંઠાના વનખાતાના વન મદદનીશ ઉચ્ચતર પગાર ધોરણથી થયેલ અન્યાય દૂર કરવા નિવૃત અધિકારીઓએ આવેદનપત્ર પાઠવ્યું

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એચ.ડી.મગરવાડિયા સહિત વન અને પર્યાવરણ વિભાગના નિવૃત્ત અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા

બનાસકાંઠાના વનખાતાના વન મદદનીશ ઉચ્ચતર પગાર ધોરણથી થયેલ અન્યાય દૂર કરવા નિવૃત્ત આર.એફ.ઓ એચ.ડી. મગરવાડિયા સહિત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના જિલ્લા તાલુકાઓની ક્ષેત્રીય રેન્જ કર્મચારીઓના નિવૃત્ત અધિકારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના તાબા હેઠળની વિવિધ જિલ્લા તાલુકાઓને ક્ષત્રિય રેન્જ કર્મચારીઓના નિવૃત અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. વન ખાતામાં વર્ગ-3 ની વનપાલ કેલેન્ડર હોવા છતાં 1976 માં વનપાલની ભરતી સંદર્ભે વહીવટી ગૂંચ દૂર કરવા ગુજરાતને હરિયાળુ બનાવવા માટે વિશ્વ બેન્કની લોન સહાય મેળવવા તેમજ ખાતામાં ક્ષેત્રીય વનકર્મીઓ ની અછત દૂર કરવા સારું રાજ્ય સરકારે વનપાલ સંવર્ગનું નામાભીધાન વન વિતરણ મદદનીશ કરીને વનપાલ ની ભરતીના માપદંડો ફરજ અને પગાર ધોરણ પણ એકસરખા 330 થી 560 પ્રમાણે થી 1977 થી 1984 ના વર્ષના લાંબા સમયગાળા સુધીમાં 750 જેટલા વનવિચરણ મદદનીશની બહોળી પ્રમાણમાં ભરતી કરી હતી.

વન વિસ્તરણ મદદનીશની ઉચ્ચતર પગારધોરણ થયેલ અને બાબતે સરકારના સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત હકારાત્મક અભિગમ અપનાવી સમયાંતરે થયેલ સુધારા વધારાને કારણે જુનિયર કર્મચારીઓની સાપેક્ષા સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવા માટે અમારી વ્યાજબી અને ન્યાય માંગણી સાથેની રજૂઆતો ધ્યાને લઇ જરૂરી આદેશો બહાર પાડવા માટે સરકારમાં યોગ્ય વખાણ થઇ જવા સાથે કરેલ કાર્યવાહીની લેખિતમાં જાણ કરવા કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...