તૈયારીઓ:બનાસકાંઠાના શિક્ષણ વિભાગે ધોરણ-12ની પરીક્ષાઓની તૈયારીઓનો પ્રારંભ કર્યો, સામાન્ય પ્રવાહમાં 30 હજારથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાઓની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી
  • સરકારી ગાઈડલાઈન અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે

ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ હવે બનાસકાંઠામાં પણ માધ્યમિક શિક્ષણ વિભાગે ધોરણ-12ની પરીક્ષાઓની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 30 હજાર 924, જ્યારે વિજ્ઞાનમાં ચાર હજાર 873 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં સામાન્ય પ્રવાહ માટે 31 પરીક્ષા કેન્દ્રો પર 151 બિલ્ડિંગમાં 30 હજાર 924 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 21 બિલ્ડિંગમાં પાંચ પરીક્ષા કેન્દ્રો પર કુલ ચાર હજાર 873 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બેસનાર છે. આ ઉપરાંત ધોરણ 10ના રીપીટર અને આઇશોલેટેડ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આમ 20 વિદ્યાર્થીઓ માટે એક બ્લોકની ફાળવણી થશે. એટલે કે સરકારી ગાઇડલાઇન મુજબ સોશિયલ અને માસ્ક નું પૂરેપૂરું પાલન થશે.

જિલ્લા શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સામાન્ય પ્રવાહ ધોરણ-12ના 31 પરીક્ષા કેન્દ્રો પર 151 બિલ્ડીંગ પર 30 હજાર 924 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે વીજ્ઞાન પ્રવાહના પાંચ પરીક્ષા કેન્દ્રોના 21 બિલ્ડીંગ પર ચાર હજાર 873 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

આ વખતે જે પહેલા 30 વિદ્યાર્થીઓ માટે બ્લોક હતો જે હવે 20 વિદ્યાર્થીઓનો બ્લોક કરવામાં આવશે. જ્યારે સર્વે પરીક્ષા કેન્દ્રો પર સર્વે ચાલુ કરવામાં આવ્યો છે અને તૈયારઓ પણ ચાલુ કરવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે સરકારે જે જે કોરોના ગાઈડલાઈનનો એસ.ઓ.પી જાહેર કરવામાં આવશે એનો ચુસ્ત પણે પરીક્ષા કેન્દ્રો પર પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...