તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા પરમ ધર્મ:બનાસકાંઠાના ડોક્ટરે દિવસ રાત સારવાર આપી 75 થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ કર્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • ચડોતરમાં તબીબ પોતાનું દવાખાનું બંધ કરી ગામના બિમાર દર્દીઓની સારવારમાં જોડાયા
  • પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર દિવસથી 24 કલાક બીમાર દર્દીઓની સારવાર શરૂ કરી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધવા લાગ્યું છે. જિલ્લા કોરોના સંક્રમણની ચેન તોડવા અનેક ગામો અને શહેરો સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યા છે. ત્યારે પાલનપુર તાલુકાના ચડોતર ગામના તબીબે કોરોનાની મહામારીમાં ખાનગી ક્લિનિક બંધ કરી ગામની પ્રાથમિક શાળામાં સેવા કરવાનું કાર્ય શરૂ કર્યું છે.

15 જેવા નાના મોટા ગામોમાંથી લોકો સારવાર માટે આવે છે

ચડોતર ગામના તબીબે પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર દિવસથી બિમાર દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. આજુબાજુના 15 જેવા નાના મોટા ગામોમાંથી લોકો સારવાર અર્થ અહીં આવે છે. અને કોરોનાની પણ સારવાર અહીં કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી 75થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરી ઘરે પરત મોકલ્યા છે.

પડતર કિંમતે મોંઘા ભાવની દવાઓ દર્દીઓને મળે છે

પાલનપુર તાલુકાના ચડોતર ગામે ખાનગી પ્રેક્ટિસ કરતા પોતાની ખાનગી પ્રેક્ટીસ બંધ કરી અને લોકોની સેવા અર્થે ચડોતરની પ્રાથમિક શાળામાં છેલ્લા પંદર દિવસથી 24 કલાક સેવા આપી રહ્યાં છે. દર્દીઓને શહેરમાં ન આવવું પડે, ત્યાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી લેબોરેટરીના ટેસ્ટના અડધા ચાર્જીસથી દર્દીઓની સેવા મળે છે. જ્યારે પડતર કિંમતે મોંઘા ભાવની દવાઓ દર્દીઓને પ્રાથમિક શાળામાંથી જ મળી રહે છે. જોકે ચડોતર ગામ સહિત 15 ગામના દર્દીઓ આ સેવાનો લાભ લે છે.

દરરોજના 180 થી 200 જેવા દર્દીઓને ડોકટર તપાસે છે

ચડોતર ગામના યુવકોએ સાથે મળીને પ્રાથમિક શાળામાં દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ઉમદા વ્યવસ્થા ગોઠવી છે. તમામ દર્દીઓ અહીંયા સોશિયલ ડિસ્ટન્સ સાથે ચેક-અપ કરાવે છે. જો વધુ સારવારની જરૂર હોય તો પ્રાથમિક શાળામાં 20 બેડની હોસ્પિટલ પણ છે. અને ત્યાં સારવાર પણ આપવામાં આવે છે.

ડોક્ટર વિકાસ ઠાકોરે જણાવ્યું હતું કે ચડોતર પ્રાથમિક શાળામાં 20 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અને દરરોજ 200 થી વધુ દર્દીઓ તપાસ કરવામાં આવે છે. અને અહીં નાનામોટા 15 ગામથી વધુ દર્દીઓન આવે છે. તથા વિધવા,ગરીબ દર્દીઓને ટેસ્ટ અને દવાઓ મફત આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...