તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં સરકારી અનાજ કૌભાંડ મામલો:બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ માટે 10 ટીમની રચના કરી, ક્રાઈમ બ્રાન્ચ પાસેથી વિગતો મંગાવી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે દુકાનદારને ત્યાં રેશનકાર્ડ ધારક હશે એને આધારથી જથ્થો મેળવ્યો હશે એની પણ પૂછપરછ કરવામાં આવશેઃ એચ એસ ચાવડા

રાજ્યમાં રાજ્યવ્યાપી પુરવઠા કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અનાજ નો જથ્થો બારોબર કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જે પ્રકારે ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવી અને આ સમગ્ર કૌભાંડ આચરાયું છે ત્યારે બનાસકાંઠાના 20 રેશનિંગના દુકાનદારો પર ફરિયાદ થઇ છે અને માસ્ટર માઇન્ડ એવા અન્ય ચાર લોકો પર પણ ફરિયાદ થઈ છે, જોકે જિલ્લા પુરવઠા અધિકારીએ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી આ સમગ્ર કૌભાંડની વિગતો મંગાવી છે અને આરોપીઓની પણ વિગતો મંગાવી છે. અત્યારે તો જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ માટે 10 ટીમોની રચના કરી છે અને જિલ્લામાં દરેક જગ્યાએ આ કૌભાંડની તપાસ શરૂ કરી છે.

તપાસ ટીમે ગ્રાહકોને પૂછ્યું ફિંગર કોણે આપી હતી?
તપાસ ટીમે ગ્રાહકોને પૂછ્યું ફિંગર કોણે આપી હતી?

જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે ચાવડા એ જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આધાર બેજ સોફ્ટવેર હોઈ છે. એના આધારે કેટલાક લોકોએ સોફ્ટવેર બનાવી આધારથી સ્કેનિગ કરી અનાજનો જથ્થો સગેવગે કરવાની ફરિયાદ દાખલ થળેલી છે. જેના આધારે જિલ્લાના અત્યારે એફ.આર.આઈમાં 20 દુકાનદારના નામ છે. જિલ્લાની અલગ અલગ 10 ટીમો બનાવી અત્યારે દુકાનોની તપાશ ચાલુ છે, ક્રાઈમ બ્રાંચની તપાસ અત્યારે ચાલુ છે. વધુ વિગતો અમે ક્રાઈમ બ્રાન્ચ જોડે માંગી છે અત્યારે જે દુકાનદારના નામ છે એમને સૌ ટકા ક્રોસ ચેક કરવામાં આવશે. જે દુકાનદારને ત્યાં રેશનકાર્ડ ધારક હશે એને આધારથી જથ્થો મેળવ્યો હશે. એની પણ પૂછપરછ કરવામાં આવશે અને કેટલી ઉચાપત છે. તપાશ દરમિયાન ખબર પડશે ત્યારબાદ એના પર શિક્ષાક મત કાર્યવાહી કરવામાં આવશે.

તપાસ કરતી ટીમનો કાર્ડ ધારકોએ નિવેદનો આપ્યાં હતાં.
તપાસ કરતી ટીમનો કાર્ડ ધારકોએ નિવેદનો આપ્યાં હતાં.

અગાઉના અનાજ કૌભાંડમાં ગોડાઉન મેનેજર હજુ ફરાર
"બનાસકાંઠા જિલ્લામાં ગરીબોના અનાજને સગેવગે કરવા માટે અગાઉ પણ અનેકવાર કૌભાંડ આચરવામાં આવ્યા હતા, છેલ્લે પુરવઠા માલ ગોડાઉનમાં દોઢ કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું હતું જેમાં હજુ ગોડાઉન મેનેજરની અટકાયત કરી શકાય નથી."

આરોપી હિતેશ ચૌધરીને પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીના સાથે કૌટુંબિક સબંધ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જગાણાના હિતેશ ચૌધરી નામના યુવકની અટકાયત કરી છે તે પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરીના પરિવાર સાથે કૌટુંબિક સંબંધોના તાર જોડાયેલા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

દાંતા તાલુકાના આ ગામોમાં તપાસ હાથ ધરાઈ
દાંતા, પુંજપુર, તોરણીયા, નાગેલ, અડેરણ, પીપળાવાળી વાવ, છોટા બામોદ્રા, દલપુરા, કાસા, પાંછા, થલવાડા, સેબલપાણી અને વસી

દાંતા મામલતદાર કચેરીમાં આરોપીઓ અગાઉ ઓપરેટર હતા
દાંતાના અંતરિયાળ ગ્રામિણ વિસ્તારના રેશન કાર્ડ ધારકોના ડેટાના આધારે સરકારી અનાજ ને બારોબાર વેચી દેવાના કૌભાંડમાં સામેલ 8 આરોપીઓ પૈકી દાંતાના 2 આરોપીઓએ મામલતદાર કચેરીમાં અગાઉ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવી હતી.

પ્રથમ દિવસે 10 ટકા ઘરોની મુલાકાત થઇ, 4 દિવસ ચાલશે તપાસ : અધિકારી
જિલ્લા પુરવઠા અધિકારી એસ જે ચાવડાએ જણાવ્યું હતું કે "પ્રથમ દિવસે 10 ગામોમાં 10 ટકા જેટલી પરિવારોને મળવાનું થયું છે. આ તપાસ હજુ ચાર પાંચ દિવસ ચાલશે. જે બાદ રિપોર્ટ કરાશે. જે સંચાલકો ગ્રાહકોને જથ્થો નહીં આપ્યો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે."

અન્ય સમાચારો પણ છે...