રજૂઆત:સરકારી ભરતીઓમાં થતા કૌભાંડ અંગે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓએ કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી કૌભાંડ અંગે આવનારી ચૂંટણીઓમાં મતદાન ન કરવા અંગે વિદ્યાર્થીઓએ નિર્ણય લીધો

બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા ભરતીઓમાં કૌભાંડોને લઈ અને પેપર લીક થવાના મામલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવનાર સમયમાં યુવકો અને તેમના પરિવાર ચૂંટણીઓમાં મતદાન નહીં કરે તેવું જણાવ્યું હતું

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ ભરતી કૌભાંડ મામલે આજે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને વેગ આપવા પ્રમાણિક અને પારદર્શક વહીવટ પણ જરૂરી છે. હમણાં લેવાયેલી મોટાભાગની સરકારી ભરતીમાં કૌભાંડ થયા છે. ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિ ચાલુ જ હતી અને હાલ પણ યથાવત છે. તારીખ 12-12-2021ના રોજ લેવાયેલ હેડ ક્લાર્કનું પણ પેપર ફૂટી ગયું એવી ચર્ચા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ચેનલોમાં પર છે.

જો લાગવગ અને પૈસાના જોરે નોકરી મળશે અને આમ ચાલ્યા કરશે તો સામાન્ય વિદ્યાર્થીઓ જે પોતાના સમય અને નાણાં ખર્ચે છે તેમનું શું થશે. અંતે અમે બધા વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું છે કે, અમારા પ્રશ્નોના જવાબ મુખ્યમંત્રી સ્વયં આવી સંતોષપૂર્ણ રીતે આપે ત્યારે અમે અને અમારા પરિવારજનો મતદાન કરીશું. આ મુજબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...