તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Banaskantha District Saw A Decline In Corona Cases, With 198 New Corona Cases Reported In The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો, જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 198 નોંધાયા

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર 128 અને ડીસામાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. જેને લીઘે કેસોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે હજુ પણ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોરોના પોઝિટિવ કેસો 128 અને ડીસામાં 38 નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધવા લાગ્યું હતું. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે. જોકે શહેરો અને ગામો બંધના કારણે જિલ્લામા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નોંધાયેલ કેસોમાં અમીરગઢમાં 10, દાતામાં 5, દાંતીવાડામાં 3, ડીસામાં 38, ધાનેરામાં 3, કાંકરેજમાં 1, લાખણીમાં 1, થરાદમાં 7, વડગામમાં 1, વાવમાં 1 અને જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં 128 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો