તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે પાલનપુર જનસેવા કેન્દ્રમાં પહોંચી લોકોની મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદે અધિકારીઓની મુલાકાત કરી લોકોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું

છેલ્લા કેટલાય મહિનાઓથી કોરોનાને કારણે બંધ સરકારી કચેરીઓને લઇ લોકોના કામ પણ અટવાયા હતા. ત્યારે હવે મોટી સંખ્યામાં લોકો પોતાના કામ માટે સરકારી કચેરીઓમાં પહોંચી રહ્યા છે. ત્યારે આજે સાંસદ પરબતભાઇ પટેલ પણ જનસેવા કેન્દ્રમાં પહોંચી સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ કામગીરી કરાવવા માટે આવેલા અરજદારો સાથે ચર્ચા કરી સારી કામગીરીને લઇ અધિકારીઓની મુલાકાત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે જનસેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, જમીનના ઉતારા, રેશનકાર્ડ અને આધારકાર્ડ સહિતના કામ માટે આવતા લોકો સાથે મુલાકાત કરી સાંસદે તેમને કામ માટે પડતી મુશ્કેલીઓ વિશે જાણકારી મેળવી હતી હતી.

સાંસદ પરબત પટેલે જનસેવા કેન્દ્રમાં કામ કરતા અધિકારીઓ સાથે ચર્ચા કરી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેવી કામગીરી થાય તેવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કોરોનાના કારણે ઘણા દિવસ સુધી સરકારી કચેરીઓ બંધ રહી હતી જેના કારણે લોકોના ઘણાં કામો અટવાયેલા પડ્યા હતા. ત્યારે કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં હવે કચેરીઓમાં તમામ પ્રકારના કામકાજની શરૂઆત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...