જાહેરનામું:કોવિડ-19ના સંક્રમણને રોકવા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિઓની મંજૂરી
  • શૈક્ષણિક સંસ્થાઓ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે
  • લોકોએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને ડબ્લ્યુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કોવિડ-19ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં બનાસકાંઠા જિલ્લામાં નિર્દેશોનું પાલન કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું.

જાહેરનામામાં જણાવાયુ હતું કે જીમ 75 % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ચાલુ રાખી શકશે, લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે, તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 % મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.

જાહેરનામામાં વધુમાં જણાવાયું હતું કે, ધો. 9થી પોસ્ટ ગેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 % વિદ્યાર્થીઓ સાથે બેચવાઈઝ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે, વાંચનાલયો 75 % ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે, વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ 75 ટકા કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.

ઉપરાંત તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આર.ટી.પી.સી.આર ટેસ્ટ પોઝિટિવ આવેલા હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરીની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તરત જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. જાહેરનામામાં છેલ્લે જણાવાયું હતું કે પ્રથમ ડોઝ લીધાને નિયત સમયમર્યાદા પૂર્ણ થઈ હોય તો બીજો ડોઝ પણ લેવો હિતાવહ રહેશે, તમામ લોકોએ ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...