તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અંગે સાવચેતી:બનાસકાંઠા જિલ્લાની પ્રભારી સચિવ વિજય નહેરાએ પાલનપુર ખાતે કોવિડ-19 સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ હોસ્પીટલોમાં ઉપલબ્ધ બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ રિપોર્ટ અંગે વિજય નેહેરાએ માહિતી મેળવી

બનાસકાંઠા જિલ્લાની પ્રભારી સચિવ વિજય નહેરા મુલાકાત લઇ પાલનપુર મુકામે કોવિડ-19 સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટ અંગે માહિતી મેળવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આર.ટી.પી.સી.આર ટેસ્ટ, કોન્ટેક્ટ ટ્રેસીંગ અને વેક્શિનેશન વધારી લોકોની સુરક્ષા સુનિશ્વિત કરવા પ્રભારી સચિવએ જણાવ્યું કે, જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોય તેવા તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસીંગ કરી તેમનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ ફરજીયાત કરવામાં આવે છે.

તેમજ હોમ આઇસોલેશન કરવામાં આવેલ દર્દીઓ અન્ય કોઇપણ વ્યક્તિના સંપર્કમાં ન આવે તેમની ઉપર સખત વોચ રાખવામાં આવે છે. જેથી સંક્રમણ ફેલાતું રોકી શકાય. તેમણે પાન પાર્લરવાળા, શાકભાજીની લારીવાળા, અમૂલ પાર્લર, રીક્ષાવાળા, દુકાનદારો, વ્યાજબી ભાવના દુકાનદારો અને પેટ્રોલ પંપ સહિત સુપર સ્પ્રેડર કહી શકાય તેવા તમામ લોકોને કોરોના રસીકરણમાં આવરી લેવા તથા 45 વર્ષ ઉપરના નાગરિકો અને સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં આઉટસોર્સ સહિત તમામ કર્મચારીઓનું રસીકરણ કરવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી હતી. લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તેની ઝુંબેશ ચલાવવા તેમણે સુચના આપી હતી.

બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સઘન સર્વેલન્સ, ટેસ્ટીંગ અને રસીકરણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેનાથી કોરોના સંક્રમણને અટકાવી શકાય. કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ માટે આગળ આવવા કલેકટરે લોકોને આહવાન કર્યું છે. કોરોના સંક્રમણ રોકવા માટે માસ્ક ફરજીયાત પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ અને જે વયજુથના લોકોને અત્યારે રસી આપવાનું ચાલુ છે તેઓ કોઇપણ પ્રકારનો મનમાં ડર રાખ્યા સિવાય રસી અવશ્ય મુકાવે જેનાથી પોતાના પરિવાર અને પોતાની સુરક્ષા થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો