કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા - 9, દાંતા- 9, લાખણીમાં - 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોને લઈ હવે ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરમાં પણ નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જિલ્લામાં હવે મ્યુકોરમાઇકોસિસ કેસ સામે આવતા તંત્ર દોડતુ થયું છે. જેમાં આજે નવા 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો

બનાસકાંઠામાં કોરોના મહામારીની બીજી વેવમાં સદંતરે વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેમાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો અઢીસોથી ત્રણસો આવવા લાગ્યા હતા. જેને લઇ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું. જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાય જિલ્લામાં સ્વયંભૂ બંધના પગલે હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. દાંતમાં 9, દાંતીવાડામાં 4, ડીસામાં 9, દિયોદરમાં 5, ધનેરામાં 1, કાંકરેજમાં 8, લાખણીમાં 9, પાલનપુરમાં 5, સુઇગામમાં1, વાવમાં 2 સહિત જિલ્લામાં 53 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...