ઉજવણી:બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડાબેટ સરહદ પર બી.એસ.એફ.ના જવાનોનું મોં મીઠું કરાવી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે દિવાળી પર્વ નિમિત્તે જિલ્લાના નડાબેટ નજીક આવેલી ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કલેક્ટરે જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા કલેક્ટરે દિવાળીના આગલા દિવસે નડાબેટ સરહદ પર જઇ બી.એસ.એફ.ના જવાનોનું મોં મીઠું કરાવી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દિવાળી પર્વે દરમિયાન પણ બી.એસ.એફ.ના જવાનો મા ભોમની રક્ષા કાજે તેમના પરિવારથી દૂર ફરજ પર તૈનાત છે, ત્યારે તેમને મળીને કલેક્ટરે પારિવારિક માહોલ ઉભો થાય તથા જવાનો પણ આનંદથી તહેવાર મનાવી શકે તે માટે શુભેચ્છાની આપ-લે કરી હતી. કલેક્ટરે બી.એસ.એફ. જવાનો અને તેમના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, સૌને સુખ, સમૃદ્ધિ અને સુખમય જીવન અને સફળતા મળે તથા ઉત્તરોત્તર સિદ્ધિઓના શિખરો સર કરો.

અન્ય સમાચારો પણ છે...