તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતાઓએ સફાઈ અભિયાન હાથ ધરી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરીપ્રધાનમંત્રીએ VCના માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધ્યા

પાલનપુર6 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિન નિમિત્તે બનાસકાંઠા જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ કારોબારી સદસ્ય નૌકાબેન પ્રજાપતિ તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને સફાઈ અભિયાન અને પ્રધાનમંત્રી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય જનતા પાર્ટીના 42 માં સ્થાપના દિન નિમિત્તે ભાજપ ના કાર્યકરોએ સફાઈ અભિયાન હાથ ધર્યુંજીલ્લા મથક પાલનપુર ખાતે પાલનપુર શહેર ભાજપ દ્વારા ભાજપના 42 માં સ્થાપના દિનની ઉજવણી ના ભાગરૂપે પાલનપુર શહેરના કોઝી વિસ્તાર થી લઈને લાલબંગલા વિસ્તાર સુધી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

તેમજ ત્યારબાદ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી સંવાદ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય નૌકાબેન પ્રજાપતિ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન વીડિયો મારફતે ઉપસ્થિત કાર્યકરો ને સંબોધ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, નગરસેવકો તેમજ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો