તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:નગરપાલિકાઓની ચૂંટણી યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ, કોરોના પોઝિટિવ વ્યક્તિ છેલ્લા 1 કલાકમાં મતદાન કરી શકશે

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે

નગરપાલિકાઓની ચૂંટણી યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે કે, ઉમેદવારની જેમ પોઝીટીવ મતદારે પણ મતદાન કરવા માટે અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોરોના પોઝીટીવ વ્યક્તિ પી.પી.ઇ. કીટ પહેરીને મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન મતદાન કરી શકશે. જેનાથી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા સ્ટાફ અને સામાન્ય મતદારોની પણ સુરક્ષા સુનિશ્વિત કરી શકાય.

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, કોરોનાની પરિસ્થિતિમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. તેમણે કહ્યું કે, રાજય ચૂંટણી પંચ દ્વારા તા.23/01/2021ના રોજ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આજે તા. ૮ ના રોજ વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઇ છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13/02/2021છે. તા.15/02/2021ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.16/02/2021છે અને તા.28/02/2021ના રોજ સવારે-7 થી સાંજે-૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં કોવિડ પોઝીટીવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ પણ ઉમેદવારી પત્ર ભરી શકે છે. જો કોવિડ પોઝીટીવ ઉમેદવાર જાતે જ ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરી પી.પી.ઇ. કીટ પહેરીને ઉમેદવારી પત્ર ભરી શકે છે.

કલેકટરએ કહ્યું કે, ઉમેદવારો પાંચ થી વધુ સંખ્યામાં ટુકડી બનાવી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં અને મતદારો પણ મતદાન કરવા આવે ત્યારે ફરજીયાત માસ્ક પહેરીને આવે અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે રીતે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવી છે. સભા, સરઘસ કે રેલીમાં કોવિડ-૧૯ ની એસ.ઓ.પી. નું ફરજીયાત પાલન કરવાનું રહેશે. રોડ શો માં પાંચ થી વધારે વાહનો રાખી શકાશે નહીં તેમ તેમણે જણાવ્યું હતું.

કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ઉમેદવારે ફોર્મની સાથે જન્મ તારીખ અને જાતિનો દાખલો, સ્થાનિક સ્વરાજયનું દેવું બાકી નથી, શૌચાલય, બે બાળકો અંગેના જરૂરી સોગંદનામા સહિત ડિપોઝીટ પેટે રૂ.2000- જમા કરાવવાના રહેશે. સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ, સા.શૈ.પ. વર્ગ વગેરે અનામત વર્ગના ઉમેદવારોએ રૂ.1000/- ડિપોઝીટ પેટે ફોર્મની સાથે જમા કરાવવાના રહેશે. તેમણે મતદાન મથકોની માહિતી આપતાં જણાવ્યું કે, પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં 1 થી 11વોર્ડ અને 128 મતદાન મથકો છે.

ડીસા નગરપાલિકામાં 1થી 11 વોર્ડ અને 88 મતદાન મથકો છે. ભાભર નગરપાલિકામાં 1 થી 6 વોર્ડ અને 20 મતદાન મથકો છે. થરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નં. 1 (બીજી અને ત્રીજી) માં 3 મતદાન મથકો, ધાનેરા નગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નં. 3 (ત્રીજી) માં ૫ મતદાન મથકો, 14- માંડલા તાલુકા પંચાયત કાંકરેજમાં 7 મતદાન મથકો અને 9 મોટીમહુડી તાલુકા પંચાયત દાંતીવાડામાં 7 મતદાન મથકોનો સમાવેશ થાય છે. કલેકટરએ કહ્યું કે, પાલનપુર અને ડીસા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 2,25,000/- સુધીનો ખર્ચ કરી શકશે.

ભાભર, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 1,50,000/-નો ખર્ચ કરી શકશે. તેવી જ રીતે તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂ.2,00,000- સુધીનો ખર્ચ કરી શકશે અને તેનો રોજે રોજ હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો રહેશે. તેમણે કહ્યું કે, આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં નગરપાલિકા વિસ્તારમાં કુલ-2,30,652મતદારો અને તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ-2,42,015 મતદારો નોંધાયેલા છે. જેના માટે કુલ-258 જેટલાં મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર, પોલીસ અને સુરક્ષા જવાનો, પ્યુન સહિત કુલ-1933 જેટલો સ્ટાફ ચૂંટણીની ફરજ બજાવશે. કલેક્ટરએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે, આ ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો