પરીક્ષા ઓનલાઈન લેવાની માંગ:બનાસકાંઠાના કોલેજના વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓનલાઈન લેવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ-ઓમિક્રોન વચ્ચે 6 જાન્યુઆરીના રોજ એચએનજીયુ દ્વારા ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે
  • છેલ્લા 40 દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ-આંદોલન દ્વારા રજૂઆતો કરાઈ

બનાસકાંઠાના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોવિડ-ઓમિક્રોન વાયરસ વચ્ચે 6 જાન્યુઆરીના એચ.એન.જી.યુ દ્વારા ઓફલાઈન પરીક્ષા લેનાર જે ઓનલાઇન કરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. નોંધનીય છે કે 40 દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ-અંદોલન વગેરે માધ્યમોથી રજૂઆત કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.

બનાસકાંઠા જિલ્લાના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આગામી 6 જાન્યુઆરીના રોજ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા કોલેજોમાં લેવાના નિર્ણયને લઇ બનાસકાંઠાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઓનલાઇન પરીક્ષા કરવા રજૂઆત કરાઇ છે.

નોંધનીય છે કે હાલમાં કોવિડ 19ની પરિસ્થિતિ ચાલી રહી છે. દરરોજ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે. ત્યારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બનાસકાંઠાની દરેક કોલેજોમાં યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા આગામી 6 જાન્યુઆરીના રોજ લેવામાં આવશે.

જેના પગલે છેલ્લા 40 દિવસોથી વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ-આંદોલન વગેરે દ્વારા રજૂઆતો કરવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવેલો નથી. જે અંગે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ દ્વારા 6 જાન્યુઆરીએ લેવામાં આવનારી પરીક્ષા ઓફલાઈનની જગ્યાએ ઓનલાઇન લેવામાં આવે તેવી બનાસકાંઠાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...