તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરોને પાસા:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઇ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે 20 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા ૧૪ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ કરવામાં આવ્યા હતાં. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ના કાયદાની કલમ- ૩(૧) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.

પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટોની બેઠક યોજી હતી. તેમાં અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે તમામ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટોને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો