તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી કરવાની ચીમકી:બનાસકાંડાના નવા ડીડીઓ સ્વપ્નિલ ખરે ST વર્કશોપના બિનઉપયોગી ટાયરો જોઈ ભડક્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કહ્યું કે ટાયરોમાં વરસાદી પાણી જોવા મળશે તો દંડ કરાશે

બનાસકાંઠાના નવા ડીડીઓ સ્વપ્નિલ ખરેએ ગુરુવારે ચાર્જ લીધાના પ્રથમ દિવસે એસ.ટી.વર્કશોપની મુલાકાત લેતાં બીનઉપયોગી ટાયરો જોઈ ભડક્યા હતા અને વરસાદી પાણી ભરાય છેકે કેમ તે જોવા આરોગ્ય વિભાગને તાકીદ કરી રોગચાળો અટકાવવા બહાર મુક્યો હતો.

પાટણથી બદલી થઈ બનાસકાંઠા ડીડીઓ તરીકે આવેલા સ્વપ્નીલ ખરેેએ ગુરુવારે ચાર્જ લીધાના પ્રથમ દિવસે જ જિલ્લા પંચાયતના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. જે બાદ ઓચિંતા એસ.ટી.વર્કશોપની મુલાકાત લઇ ખાલી પડેલા ટાયરોનું નિરીક્ષણ કરીને ડેપો મેનેજરને ચોમાસામાં વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તકેદારી રાખવી સૂચના આપી હતી અને જો ખાલી ટાયરોમાં વરસાદી પાણી જોવા મળશે તો આરોગ્ય વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.

જિલ્લામાં 2 વર્ષ અગાઉ ખુલ્લા ટાયરમાં વરસાદી પાણી ભરાતા બેચરપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના 500 કેસથી હડકંપ મચ્યા બાદ તમામ ટાયર ઢાંક્યા હતા.ત્યારબાદ ડીડીઓ અર્બન હેલ્થ સેન્ટર લક્ષ્મીપુરા,હનુમાન ટેકરી કોરોના રસીકરણ બુથની મુલાકાત લઇ ફરજ પરના કર્મીઓ અને રસી લેતાં રહીશો સાથે વાતચીત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...