તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:ઉત્તર પ્રદેશના વારાણસીમાં બનાસડેરીનો નવો પ્લાન્ટ બનશે, ચેરમેન સહિત ડેરી ટીમે પ્લાન્ટ સ્થાપવાનું છે તે જમીનની મુલાકાત લીધી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 51 વીઘા જમીન પર અંદાજીત 500 કરોડના ખર્ચે ડેરી બનાવાશે
  • પ્રતિદિન 5 લાખ લીટર દૂધની કેપેસિટી ધરાવતો પ્લાન્ટ ઉભો થશે

બનાસડેરી દ્વારા ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 51 વિઘા જમીનમાં બનાસડેરીનો નવો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. જેને લઈ આજે રવિવારે બનાસડેરીના બોડ ઓફ ડિરેક્ટરો અને ચેરમેન શંકર ચૌધરીએ જ્યા પ્લાન્ટ સ્થાપવાનું છે તે જમીનની મુલાકાત લીધી હતી.

ઉત્તર પ્રદેશના સ્થાનિક પશુપાલકોને દૂધની યોગ્ય કિમંતો મળશેબનાસડેરી વારાણસીમાં 51 વીઘા જમીન રાજ્ય કોર્પોરેશન ઇન્ડરસ્ટીઅલ દ્વારા ફાળવી છે. જેમાં 5 લાખ લીટર દૂધની કેપેસિટીનો પાલન્ટ બનાસડેરી બનાવવા જઈ રહી છે. અંદાજીત 500 કરોડ જેટલા ખર્ચે બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના સ્થાનિક પશુપાલકોને દૂધની યોગ્ય કિમંતો મળશે. જેને લઈ બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ બોડ ઓફ ડિરેક્ટરોએ જમીનની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશેબનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનો આભાર માનીશ. બનાસ ડેરીને વારાણસીમાં 51 વીઘા જમીન રાજ્ય કોર્પોરેશન ઈન્ડરસ્ટીઅલ દ્વારા આપી. જેમાં 5 લાખ લીટર દૂધની પ્રતિદિન કેપેસિટીનો પ્લાન્ટ બનાસ ડેરી બનાવવા જઈ રહી છે. અંદાજીત 500 કરોડ જેટલો ખર્ચ થશે. ઉત્તર પ્રદેશના સ્થાનીક પશુપાલકોને પણ દૂધની યોગ્ય કિંમતો મળશે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને તેનો ખુબ જ મોટા પ્રમાણમાં ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...