તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા બનાસ કોવિડ હોસ્પિટલ દ્વારા 44 લાખના ખર્ચે 10 ટનની ઓક્સિજન ટેન્ક લાવવામાં આવી

પાલનપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન મશીન લગાવ્યા બાદ હવે ઓક્સિઝન ટેન્કની ખરીદી કરવામાં આવી
 • ઇમર્જન્સી સંજોગોમાં ટેન્કમાં સ્ટોર કરેલા ઓક્સિજનના જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાશે

બનાસકાંઠામાં પાલનપુર ખાતે આવેલી જિલ્લાની મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે ઓક્સિજન મશીન લગાવ્યા બાદ હવે ઓક્સિઝન ટેન્કની ખરીદી કરવામાં આવી છે. જેથી ઇમર્જન્સી સંજોગોમાં ટેન્કમાં સ્ટોર કરેલા ઓક્સિજન જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાય.

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. તેની સાથે સાથે ઓક્સિજનની જરૂરિયાત પણ વધી રહી છે. જેને પહોંચી વળવા માટે પાલનપુરમાં આવેલી જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં અઠવાડિયા અગાઉ જ ઓક્સિજન મશીન વસાવ્યું હતું. જેના દ્વારા રોજના 70 બોટલ ઓક્સિઝન નું ઉત્પાદન કરી શકાય છે ત્યાર બાદ હવે બનાસ ડેરીએ 44 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન ટેન્ક વસાવી છે.

આ ટેન્કમાં 10 ટન ઓક્સિઝનના જથ્થાનો સંગ્રહ કરી શકાય છે અને ઇમરજન્સી સંજોગોમાં ટેન્કમાં સંગ્રહ કરેલા જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાય અને તેમનો જીવ બચાવી શકાય, બનાસકાંઠા જિલ્લાની આ 126 બેડની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં અત્યારે 200થી પણ વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્દીઓને રોજની 400 બોટલ ઓક્સીજનની જરૂરિયાત હોય છે. જેને પહોંચી વળવા માટે બનાસ ડેરીએ પહેલા ઓક્સિઝન પ્લાન્ટ લગાવ્યો ત્યારબાદ ઓક્સિઝનના બાટલાની ખરીદી કરી અને હવે 10 ટન ઓક્સિઝનનો સંગ્રહ કરી શકે તેવા ટેન્કની પણ ખરીદી કરી છે. જેથી આવનારા સમયમાં આ બનાસકાંઠા જિલ્લાની હોસ્પિટલ ઓક્સિઝન મામલે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો