નિર્ણય:બનાસ ડેરી પાલનપુર નજીક સૈનિક સ્કૂલ બનાવશે

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.5 થી 12 ના વિદ્યાર્થીઓને દરેક વર્ગમાં શરૂઆતમાં 50ની નોંધણી કરાશે

જિલ્લાના બાળકો સુરક્ષાના ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે તે માટે આવનાર દિવસોમાં બનાસ ડેરી પાલનપુર નજીક સૈનિક સ્કૂલ બનાવશે. શંકરભાઇ ચૌધરી અને તેમની ટીમે આ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પ્રોજેક્ટ માટે મોરિયા ગામ સહિતની જગ્યાઓ પર વિચારણા ચાલી રહી છે. સૈનિક સ્કૂલ સ્થાપવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયને થોડા દિવસ પહેલા અરજી કરાઈ હતી. આ અંગે મોટી જાહેરાત ટૂંક સમયમાં થશે.

ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે "અમે થોડા દિવસ પહેલા સંરક્ષણ મંત્રાલયને અરજી કરી છે. બનાસ ડેરી દ્વારા સંચાલિત ગલબાભાઈ નાનજી પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે “જ્યારે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું હતું કે બનાસ ડેરીએ આવી શાળા સ્થાપવી જોઈએ.

અમારો સરહદી જિલ્લો છે અને અમે ઈચ્છીએ છીએ કે વસ્તીમાં રાષ્ટ્રવાદ વધે.ઉપરાંત, જિલ્લાના બાળકો ઊંચા અને મજબૂત છે, જો પરવાનગી આપવામાં આવશે, તો સૂચિત પ્રોજેક્ટમાં અમે ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને દરેક વર્ગમાં શરૂઆતમાં 50 ની સંખ્યા સાથે નોંધણી કરવાનું આયોજન કરી રહ્યા છીએ. અમે છોકરાઓ અને છોકરીઓ બંનેને પ્રવેશ આપીશું,"જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી બનાસ ડેરીએ મેડિકલ ક્ષેત્રે પદાર્પણ કર્યા બાદ હવે સૈનિક શાળા બનાવવા તરફ જઈ રહી છે. આ માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયને અરજી સબમિટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...