તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી જંગ:પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાની કોશિશ કરાતો ઓડિયો વાઇરલ

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવારે પૈસાથી ખરીદવાની વાત કરી હતી
 • ભાજપના ઉમેદવાર પાર્થ સારથીએ કોંગ્રેસના ઉમેદવાર મીના મજીરાણાના સસરાને ફોન કરીને પૈસા આપી ફોર્મ પરત ખેંચવાની કરી વાત

બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકાનો ચૂંટણી જંગ હવે ધીરે ધીરે જામવા માંડ્યો છે. ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું, તો અન્ય ઉમેદવારે ભાજપના ઉમેદવાર સામે રૂપિયાના જોરે ફોર્મ ખેંચવાની ટેલીફોનિક વાત હોવાનો ઓડીઓ વાઈરલ થયો હતો. પાલનપુર નગરપાલિકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે વોર્ડ નંબર 6ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે.

ટેલિફોનિક વાતમાં રૂપિયા આપી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયું
17 વર્ષ થી કોંગ્રેસના કાર્યકર શકુંતલા રાવલ મંગળવારે ફોર્મ પરત ખેંચી, પાલનપુર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે શકુંતલા બહેન રાવલે વિશ્વાસઘાત કર્યો છે. જેને લઈ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શકુંતલા બહેનને પૂછતાં સમાજના દબાણ હેઠાણ ફોર્મ પરત ખેંચ્યું હતું. બીજી તરફ કોંગ્રેસના વોર્ડ નંબર 10ના મહિલા ઉમેદવારે ભાજપના મહિલા ઉમેદવારના પતિ પાર્થ સારથીએ ફોર્મ પરત ખેંચી લેવા ટેલિફોનિક વાતમાં રૂપિયા આપી ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હતું.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ પૈસાના જોરે ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવા દબાણ કરી રહ્યું છે. વધારેમાં મહેશ પટેલે આક્ષેપો મુકતા જણાવ્યું હતું કે, ભાજપે પાલિકામાં જે ભ્રષ્ટચાર કર્યો તેના પૈસા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવામાં વાપરી રહી છે. જેનો જવાબ આ ચૂંટણીમાં પાલનપુરની જનતા આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો