તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પૈસાની લેતીદેતીનો ઓડિયો વાયરલ,પૈસાની બાબતમાં તમે કહો તો રોકડા, આમેય ચૂંટણીમાં ખર્ચો કરવાનો છે

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભાજપના ઉમેદવારે પ્રલોભન આપ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
 • પાલનપુર વોર્ડ 10માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવા ભાજપના પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા ઉમેદવારના પતિએ પૈસાની લાલચ આપી

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 10ના મહિલા ઉમેદવારના પતિની નાણાકીય પ્રલોભન આપતાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે બાદ બપોરે કોંગ્રેસની મહિલા ઉમેદવારે આ અંગે ભાજપના ઉમેદવારે પ્રલોભન આપ્યો હોવાનો મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. જે અંગે કોંગ્રેસે આચારસંહિતા ભંગની રજૂઆત કરવા તૈયારી દર્શાવી હતી.

પાલનપુર નગરપાલિકાના 11 વોર્ડની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારો અને સમર્થકો દ્વારા અપક્ષોને તેમજ કોંગ્રેસના સભ્યોને યેનકેન પ્રકારે મનાવી લેવાના પ્રયાસો થયા હતા. જે વચ્ચે કોંગ્રેસના વોર્ડ નંબર 10ના મહીલા ઉમેદવાર મીનાબેન મહેન્દ્રભાઈ માજીરાણાના સસરા ગાંડાભાઈ માનાભાઈ ભીલ પર વોર્ડ નંબર 10ના પૂર્વ નગરસેવક અને વર્તમાન મહિલા ઉમેદવારના પતિ પાર્થસારથી રાણાએ ગાંડાભાઈ ભીલ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન "હજુ ત્રણ વાગ્યાની વાર છે પૈસાની બાબતમાં તમે કહો તો રોકડા તમે કહો તો એમ. આમેય ચૂંટણીમાં ખર્ચો તો કરવાનો જ છે.

જાણે એ ખર્ચો કામ આવે. એ મારા ભાઈની વહુ જ છે.તમને કીધું છેલ્લી વાર તમને જરૂર હોયતો કહેજો." જેવો સંવાદ ઓડિયો ક્લિપમાં ભાજપના નેતાનો સાંભળવા મળ્યો હતો. આ અંગે સસરા ગાડાભાઇએ જણાવ્યું હતું કે ગત વખતે હું પાર્થભાઈ રાણાની સામે ઊભો રહ્યો હતો પણ હારી ગયો હતો. આ વખતે મારા છોકરાની વહુ ઉભી છે. અમને પ્રલોભન આપીને બેસાડવાનો પ્રયાસ કરાયો છે. "

અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું
"ભાજપના પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન ઉમેદવારના પતિ પાર્થસારથી રાણાએ અમારા ઉમેદવારને પૈસાથી ફોર્મ પાછું ખેંચાવાનો પ્રયાસ કર્યો છે જે બાબતે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું.> સુરેશચંદ્ર પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ

એમના દ્વારા પાંચ લાખની માગણી કરાઇ
" અમારે સામાજિક લેવલે સંબંધો હતા એમના જ માણસ દ્વારા પાંચ લાખની માંગણી કરાઇ હતી. અમે કહ્યું આટલા બધા પૈસા ન હોય. ઇલેક્શન નો ખર્ચો જ એટલો હોય તો 5 લાખ કેવી રીતે અપાય? એ અનુસંધાને વાત કરવાનું કહ્યું હતું. અમે કોઈ દબાણ કર્યું નથી ગરીબ પરિવારને મદદ કરવાની વાત હતી.> પાર્થ સારથી રાણા ઉમેદવારના પતિ (વોર્ડ નંબર 10)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો