અરજી:અધિકારીઓના નામે નાણાંની માગણી કરતો ઓડિયો વાયરલ, ગુનો દાખલ થશે: કલેકટર

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાખણી પંથકના ખેડૂતે જમીન બિનખેતી કરવા અરજી કરી હતી

લાખણી તાલુકાના કુવાણા ગામના અરજદારે બિન ખેતી કરવા ફાઇલ કરી હતી જે કામ કરાવવા અધિકારીઓના નામે લાંચની માંગણી કરતો ઓડિયો કલીપ વાયરલ થયો હતો જેમાં વચેટીયાએ ફાઇલ પાસ કરવા સાડા પાંચ લાખની માંગણી કરી હતી. લાખણીના એક ખેડૂતે પોતાની જમીનને બિનખેતી કરાવવા માટે પાલનપુરના હર્ષદભાઈ પટેલ નામના વ્યક્તિને ફાઈલ પાસ કરાવવા માટે આપી હતી જે કામ માટે અરજદાર પાસેથી તે ફાઇલ પાસ કરાવવા સાડા પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેનો ઓડિયો કલીપ વાયરલ થઈ હતી.

જેમાં પ્રાંતમાં જવાબ લખાવો પડશે પછી ગાંધીનગર અપલોડ કરવો પડશે ત્યારબાદ પોઝિટિવ ફાઇલ કરવી પડશે તમારે ફક્ત પ્રાંતનો વહીવટ કરવો પડશે. હું ફોન ઉપર જ બધુ કામ કરૂં છું તમારે બધો વહીવટ આપવો પડશે ટોટલ સાડા પાંચ આપવો પડશે, મામલતદાર 15-20 હજાર, પ્રાંત 50 હજાર, ફાઇલ પાસ કરાવવા તમારે આપવા પડે છે." ઓડિયો વાયરલ થયા બાદ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને જે કોઈની આમાં સંડોવણી હોય તેની સામે કાર્યવાહી કરવાની સુચના લાખણી મામલતદારને આપી છે."

અન્ય સમાચારો પણ છે...