તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Attempts To Prevent The Transmission Of Corona At All Checkposts In Banaskantha, Admission Is Given Only To Those Who Report Negative

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ સામે સાવધાની:બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પર કોરોના સંક્રમણને અટકાવવા પ્રયાસ, રિપોર્ટ નેગેટિવ હોય તેવા લોકોને જ અપાય છે પ્રવેશ

પાલનપુર16 દિવસ પહેલા
 • જે લોકો પાસે રિપોર્ટ નથી તે લોકોને બોર્ડર પરથી પરત મોકલવામાં આવે છે
 • જિલ્લાની અમીરગઢ ગુંદરી, ધાનેરા અને થરાદ સહિત 4 બોર્ડર પર પણ કડક ચેકીંગ

ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આ સંક્રમણ વધુ ના ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ ધ્યાને લઇ ગુજરાતથી રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર RTPCR ટેસ્ટની તપાસ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોની બોડર પર આરોગ્યના કર્મચારીઓ તેમજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો પાસે કોરોના નેગેટિવ રિપોર્ટ હોય એવાજ વાહન ચાલકોને ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. જે લોકો પાસે રિપોર્ટ નથી તેવા લોકોને ગુજરાત બોર્ડર પરથી પરત મોકલવામાં આવી રહ્યા છે.

ગુજરાત સિવાયના બધા જ રાજ્યના વાહનોની તપાસ કર્યા બાદ ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની અમીરગઢ ગુંદરી, ધાનેરા અને થરાદ સહિત 4 બોર્ડર પર પણ કડક ચેકીંગ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો