તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનિય કાર્ય:ચંડીસરમાં બ્યુટી પાર્લર, શિવણ કલાસના કોર્સ ચલાવી મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ

ગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર તથા પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહનિય કાર્ય

પાલનપુર તાલુકાના ચંડીસર સ્થિત ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર તથા પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટ (ભાવનગર) દ્વારા છેલ્લા છ વર્ષથી ગામની ગરીબ નિરાધાર મહિલાઓને કીટ વિતરણ, બ્યુટી પાર્લર, શિવણ કલાસના નિઃશુલ્ક કોર્સ ચલાવી તેમને પગભર કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહી છે. તેમજ છેલ્લા ચાર વર્ષથી ગામના ગરિબ નિરાધાર લોકોને બે ટાઈમ મફત ટિફિન સેવા આપી રહી છે.

પાલનપુર તાલુકાના ચંડીસર ગામના વતની અને ધધાર્થે મુંબઈ રહેતા ઈચ્છા બિંદુ સેવા કેન્દ્રના પ્રમુખ રમેશભાઈ.એચ.શાહ કે જેઓ મુંબઈથી ગામની ગરીબ મહિલાઓને સન્માન સાથે પગભર કરવાનો સરાહનીય પ્રયાસ કરી છે. પદ્માવતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા છ વર્ષથી દર વર્ષે દાદાની ત્રિ-દિવસીય વર્ષગાંઠ નિમિતે ગામની 166 વિધવા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓનું અભિવાદન કરીને તેમને 500 રૂપિયાની અનાજની કીટ પ્રદાન કરવામાં આવે છે.

બહેનો માટે બ્યુટી પાર્લર તેમજ શિવણ કલાસ શીખવવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ 60 બહેનો તાલીમ આપી ચુકી છે અને હાલમાં 60 બહેનોની તાલીમ ચાલુ છે. ગરીબ જરૂરિયાત મહિલાઓને તાલીમ આપી તેમને પગભર કરવો તે સંસ્થાનો ધ્યેય છે. ગામના 30 જેટલા ગરીબ નિરાધાર લોકોને બે ટાઈમ મફત ટિફિન સેવા આપી રહી છે.

ગત વર્ષે કોરોનાકાળમાં ગામના પચાસ ગરીબ પરિવારોને 50 અનાજની કીટનું વિતરણ કરાયું હતું. આ સંસ્થામાં કામ કરતા બાર જેટલા વોલેન્ટીયરનું પણ સંસ્થાએ સન્માન સમારંભ યોજીને તેમનું મનોબળ વધારી ગામમાં સેવાની અવિરત સરવાણી વહાવી રહી છે.જેને બિરદાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...