ફરિયાદ:અમીરગઢના માનપુરીયા ગામમાં મહિલા સરપંચના પતિ પર હુમલો

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના ચાર શખ્સો સામે મથકે ફરિયાદ નોંધાઈ

અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે તુ વર્ષોથી સરપંચ થઇ ગયેલ છે. તેમ કહી ચાર શખ્સોએ મહિલા સરપંચના પતિ ઉપર ધોકા અને ગડદાપાટુથી મારમાર્યો હતો. આ અંગે તેમણે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે નાનજીભાઇ કાળાભાઇ ઘ્રાંગી સોમવારે ઘરે હતા. ત્યારે સાંજના સુમારે ગામના માનાભાઇ મસરાભાઇ ભગોરા તેમના ઘરે આવી આગેવાનો આવેલા છે. તમારૂ કામ છે. તેમ કહી પોતાના ઘરે લઇ ગયા હતા.

જ્યાં મસરાભાઇ ભુરાભાઇ ભગોરા, માનાભાઇ ભગોરા, સોનવાડીના દિનેશભાઇ ચતરાભાઇ ખરાડી અને મફાભાઇ ચતરાભાઇ ખરાડીએ તુ વર્ષોથી ગામનો સરપંચ થઇ ગયેલ છે. આગેવાન થઇને ફરે છે. તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ધોકા તેમજ ગડદાપાટુનો મારમાર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે નાનજીભાઇએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.