ફરિયાદ:પાલનપુરની સોસાયટીમાં મિત્રના ત્યાં કાર પાર્ક કરવા ગયેલા યુવક પર હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક મહિલા સહિત સાત શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પાલનપુરની અક્ષતમ - 4 સોસાયટીમાં મિત્રના મકાનની દેખરેખ રાખતાં જીવદયાપ્રેમી રાત્રે પોતાની કાર પાર્ક કરવા ગયા હતા. તે વખતે એક મહિલા સહિત સાત શખ્સોએ હૂમલો કરતાં ચકચાર મચી ગઈ છે.ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના વીરબાઇગેટ માળીવાસમાં રહેતા નવજીવન જીવદયા પારીવાર ગૃપના પ્રમુખ રાહુલ વિજયકુમાર જૈન અક્ષતમ - 4 સોસાયટીમાં તેમના મિત્ર અમરતભાઇ પ્રજાપતિના મકાનની દેખરેખ રાખે છે.

આથી અવાર- નવાર પોતાનું વાહન મુકવા માટે ત્યાં જતાં હોય છે. જેઓ મંગળવારે રાત્રે કાર નં. જીજે. 08. એફ. 4653 પાર્ક કરી હતી. ત્યારે સોસાયટીમાં રહેતા મનીષાબેન ચૌધરીએ તને ના પાડી તો પણ કેમ આ સોસાયટીમાં આવે છે. તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ આ સોસાયટીના નવઘનભાઇ દેસાઇ, કલ્પેશભાઇ ચૌધરી તેમજ અન્ય ચાર શખ્સો ત્યાં આવી રાહુલભાઇ જૈન તેમજ તેમના મિત્ર ખુશાલ મેવાડાને ગડદાપાટુનો મારમારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભોગવટો કરવા ન મળતાં હુમલો કર્યો
રાહુલભાઇના જીવદયાગૃપના અમરતભાઇ સોમાભાઇ પ્રજાપતિ મુંબઇમાં રહેતા હોઇ તેમનું અક્ષતમમાં આવેલા મકાનની દેખભાળ રાહુલભાઇ કરતાં હતા. જોકે, મકાન આગળ વાહન મુકવા સહિતનો ભોગવટો કરવા ન મળતાં આ વ્યકિતઓએ હૂમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...