ફરિયાદ:પાલનપુરમાં પાલક પકોડા જલ્દી આપવાનું કહેતાં ગ્રાહક પર હુમલો

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ

પાલનપુરમાં મીરા દરવાજા વિસ્તારમાં લારી ઉપર પાલક પકોડા જલ્દી આપવાનું કહેતા લારી સંચાલક સહિત ત્રણ શખ્સોએ ગ્રાહક પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર મીઠીવાવડી વિસ્તારમાં રહેતા રજનીકાંત સતીષભાઇ ચૌહાણ સોમવારે મીરા દરવાજા વિસ્તારમાં પ્રભુભાઇ પ્રજાપતિની પાલક પકોડાની લારીએ નાસ્તો કરવા ગયા હતા. જેમણે પકોડાનો ઓર્ડર આપ્યો હોવા છતાં જલ્દી પકોડા ન આપતાં આથી કહેવા જતાં ભરતભાઇ પ્રભુભાઇ પ્રજાપતિ, વિજય પ્રભુભાઇ પ્રજાપતિ અને પ્રભુભાઇ પ્રજાપતિ ઉશ્કેરાઇ ગયા હતા.

જેમણે અપશબ્દો તેમજ જાતી અપમાનીત કરી લાકડીથી હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે સતીષભાઇ રત્નાભાઇ ચૌહાણે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...