• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • At Yatradham Ambaji, The Speaker Of The Legislative Assembly, Dr. Nimaben Acharya Visited Mataji And Prayed That The State Would Take On New Dimensions Of Continuous Development

માતાજીના દર્શન કર્યા:યાત્રાધામ અંબાજી ખાતે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ માતાજીના દર્શન કરી રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પ્રાર્થના કરી

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી

કરોડો શ્રદ્ધાળુઓની પરમ શદ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ સજોડે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.

લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થનાઆ પ્રસંગે અધ્યક્ષ ડૉ. નિમાબેને જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા તથા તેમના કલ્યાણ માટેના કાયદાઓ બને છે. આજે મા અંબાના દર્શન કરી માને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધી પથરાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા પર વિ‍શ્વાસ મુકી વિધાનસભા ગૃહની આટલી મોટી જવાબદારી સોંપી છે, ત્યારે માતાજી લોકોના કલ્યાણ માટેના કામ કરવાની મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

પોલીસ ભરતીમાં 33 ટકા મહિલાઓ માટે અનામતના લીધે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું

વધુમાં જણાવ્યું કે, કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે, ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે. મહિલા સશક્તિકરણ માટે હું વર્ષ 1990 થી સતત કાર્ય કરુ છુ. મહિલાઓની સુરક્ષા-સલામતી અને સર્વાગી વિકાસ માટે રાજયમાં 150થી વધુ યોજનાઓ અમલી બનાવાઇ છે. સંકટના સમયમાં મહિલાઓને સુરક્ષા પુરી પાડવા 181 મહિલા અભયમ હેલ્પલાઇન કાર્યરત છે. આજે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કરી પુરૂષ સમોવડી બની છે. પોલીસ ભરતીમાં 33 ટકા મહિલાઓ માટે અનામતના લીધે રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

આ પ્રસંગે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ માતાજીની મૂર્તિ અને શાલથી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે. ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી અધ્યક્ષનું સ્વાગત-સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...