તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌ સેવા:કોરોના મહામારીના સમયમાં ડીસાના ખેડૂતે ખેતરમાં ઉભો પાક ગાયોને અર્પણ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેટવાના ખેડૂતે બાજરીનો પાક ભૂખી ગાયોને આપી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

કોરોના મહામારીમાં ડીસા તાલુકાના ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા ત્રણ વીઘા જમીનમાં બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો. ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા.

ભર ઉનાળે ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળ્યો

કોરોના મહામારી વચ્ચે હવે લોકોએ નક્કી કરી લીધું છે કે પૂણ્ય સિવાય બીજો કોઈ જ રસ્તો નહીં. જો આ મહામારીમાંથી ઉગરવું હસે તો પૂણ્ય તો કરવું જ પડશે. લોકોની માન્યતા પ્રમાણે પુણ્ય સિવાય કશુ જ મળતું નથી. ત્યારે હવે મહામારીમાં કોરોના કેટલાય પરિવારના નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યો છે.

ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા

કોરોના મહામારીમાં ડીસા તાલુકાના ખેટવા ગામના ખેડૂત ભરતભાઈ મલાભાઈ દેસાઈ દ્વારા ત્રણ વીઘા જમીનમાં બાજરીના પાકને ગાયોને ચરાવા આપી દીધો હતો. ભર ઉનાળે ઘાસચારા વગર ટળ વળતી ગાયોને બાજરીનો લીલો ઘાસ ચારો મળી રહેતા ગાયોના ગોવાળ ખુશ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉનાળામાં પાણી અને ઘાસચારાની અછતને કારણે અનેક માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરતા હોય છે. ત્યારે અહીં ઘાસચારો અને પાણી આપી પશુઓને જીવાડતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...